|
-
પ્રકાશન -
સ્વરૂપ સંબોધન |
 |
|
|
|
સ્વરૂપ સંબોધન ગ્રંથના
રચયિતા પ.પૂ. ૧૦૮ શ્રીમદ્ અકલંક ભટ્ટ સાતમી
સદીમાં થઈ ગયેલાં એક મહાન દિગમ્બર
આચાર્ય હતા.
આત્મકલ્યાણ માટે અધ્યાત્મ
સાધના ખૂબ જ જરૂરી છે. પદાર્થનો યથાર્થ બોધ થયા
સિવાય યથાર્થ આત્મસાધના બની શકતી નથી. આ
ગ્રંથમાં અધ્યાત્મયોગી શ્રીમદ્ અકલંક દેવે
સ્વરૂપનું અનુસંધાન થવા માટે પચ્ચીસ શ્લોકમાં
અધ્યાત્મનો નિચોડ કરી નાખ્યો છે. ગાગરમાં
સાગર સમાવી દીધો છે. વ્યવહાર અને નિશ્ચયનયનો
સુમેળ કરીને બન્ને નયોથી અતિક્રાંત બનીને
નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ કેમ થાય તેનો
સચોટ ઉપાય બતાવવામાં આવ્યો છે. સર્વ પ્રકારની
સાધનાનો હેતુ સ્વરૂપસ્થ બનવુ તે છે, તે સ્વરૂપસ્થપણે
થવાની પ્રક્રિયાનું સુંદર અને ક્રમ પૂર્વકનું
વર્ણન આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે.
આ ગ્રંથના પ્રવચનકાર પણ અધ્યાત્મયોગી,
ન્યાયતીર્થ સિદ્ધાંતન્યાય સાહિત્યશાસ્ત્રી
પ.પૂ. શ્રી ૧૦૫ ક્ષુલ્લકજી મનોહરજી વર્ણી શ્રી
સહજાનંદ મહારાજ છે. સોનામાં સુગંધ મળે એવો યોગ
બન્યો છે. ગ્રંથકાર અને પ્રવચનકાર બન્ને આત્મજ્ઞાની
અને અધ્યાત્મયોગી છે, મહાન ત્યાગી અને તપસ્વી
છે. આપણા મહાન પૂણ્યના ઉદયે પંચમકાળમાં ચોથા
કાળની અધ્યાત્મ પ્રેસાદી મળી છે. |
|
|
|
|
 |
|
શ્રી નરેશભાઇ સી. શાહ
(મનુભાઇ)
૧૧, અશ્વમેઘ બંગ્લોઝ, વિભાગ-૭, હસુભાઇ પાર્કની પાસે, હિત્વી ટાવર પાછળ, સેટેલાઇટ,
અમદાવાદ-૧૫ ફોન નં : (ઘર) ૦૭૯ - ૨૬૭૬૦૭૧૮,
(મો) ૯૮૨૫૦ ૨૭૦૭૨,
ઇમેલ:
n.c.shah09@yahoo.co.in |
|
|
|
ધારિણી ડી. શાહ
૯૮૨, ટોલકનગર નાકા, મહાવીર ટાવર પાછળ, પાલડી, અમદાવાદ-૩૮૦
૦૦૭
ફોન નં : ૦૭૯-૨૬૫૮૪૪૫૬
(મો) ૯૪૨૮૬ ૧૨૨૦૫,
ઇમેલ :
webmaster@
sanatanjaindharma.org |
|
|
|
|