English

Space
 
Darshan Pahud

દર્શનપાહુડ ગ્રંથના રચયિતા પ.પૂ. ૧૦૮ શ્રી કુંદકુંદાચાર્યજી છે. તેઓ આશરે બાવીસો વર્ષ પૂર્વે આ ભારત ભૂમિને પાવન કરી ગયા. તેઓ પરમ અપ્રમત યોગીશ્વર હતા. દર્શનપાહુડ સતશાસ્‍ત્રમાં મુખ્‍યપણે સમયકદર્શન વિશેનો બોધ છે. ધર્મનું મૂળ સમ્‍યકદર્શન છે, સમ્‍યકદર્શન વિના બાહ્યત્યાગ, ચારિત્ર, શાસ્‍ત્ર જ્ઞાન, ભક્તિ, જપ, ધ્‍યાનાદિ કોઈ મોક્ષના કારણ બનતા નથી, પણ આત્મજ્ઞાન થાય તેવી પાત્રતામાં તે નિમિત્ત બને છે. આપણી ઓળખશક્તિની પાત્રતા ન હોય ત્યાં સુધી મધ્યસ્‍થ રહેવું એ વધારે સારું છે કેમ કે જ્ઞાનીને અજ્ઞાની કહેવાં અને અજ્ઞાનીઓને જ્ઞાની કહેવાં એ બન્‍ને મહાદોષો છે માટે મોક્ષમાર્ગમાં સાચા-દેવ-ગુરૂ-ધર્મનો નિર્ણય અત્‍યંત જરૂરી છે. એ જ પ્રમાણે નવપદાર્થ, જીવ, અજીવ, પૂણ્‍ય, પાપ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ તેનો હેય-ઉપાદેય પૂર્વક નિશ્ચય અને વહેવારના બન્‍ને પડખાથી ગુરૂગમ પૂર્વક નિર્ણય અને શ્રદ્ધા પણ અત્‍યંત જરૂરી પ્રયોજનભૂત છે. પોતાની મૌલિક યોગ્‍યતાથી એકમાત્ર પોતાનો શુદ્ધ આત્માજ ઉપાદેય છે એમ સમજણ અને વિવેકથી નિર્ણય થાય ત્યારે તેની વૃત્તિ પરાવર્તન પામી સ્‍વભાવ અનુસંધાનમાં ઉગ્ર સહજ પ્રયત્નમાં લાગે.

વારંવાર આત્‍મભાવનાના પૂટો આપવાથી સમ્‍યકદર્શનની બાધક પ્રકૃતિઓનું બળઘટી મિથ્‍યાત્વની ગાંઠ તૂટી જાય છે બુદ્ધિ પૂર્વકનો પ્રયત્ન આટલો છે. કાર્ય સહજપણે પાંચ સમવાય કારણોના સંબંધથી થવા યોગ્‍ય હોય તે પ્રમાણે થાય છે માટે આત્મા જેવો કોઇ દેવ નથી, ગુરુ નથી, ધર્મ નથી અને મોક્ષનો દાતા પણ નથી. મોક્ષ દુર્લભ નથી પણ દાતા દુર્લભ છે એટલે કે તેવો ઉપયોગ થવો દુર્લભ છે. આત્માને સ્‍વરૂપનો નિર્ણય થતાં જગતના માયિક સુખો અને માયિક પદાર્થોનું આકર્ષણ મટે છે અને સહેજે સહેજે ઉપયોગ સ્‍વભાવ સન્‍મુખ થાય તેના જેવી બીજી કોઈ આત્મસાધના નથી. આત્મોપયોગ આત્માકાર થાય એ જ સાધના છે.

 
Title

શ્રી નરેશભાઇ સી. શાહ (મનુભાઇ)

૧૧, અશ્વમેઘ બંગ્‍લોઝ, વિભાગ-૭, હસુભાઇ પાર્કની પાસે, હિત્‍વી ટાવર પાછળ, સેટેલાઇટ, અમદાવાદ-૧૫ ફોન નં : (ઘર) ૦૭૯ - ૨૬૭૬૦૭૧૮,
(મો) ૯૮૨૫૦ ૨૭૦૭૨,
ઇમેલ: n.c.shah09@yahoo.co.in

 

ધારિણી ડી. શાહ

૯૮૨, ટોલકનગર નાકા, મહાવીર ટાવર પાછળ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭
ફોન નં : ૦૭૯-૨૬૫૮૪૪૫૬
(મો) ૯૪૨૮૬ ૧૨૨૦૫,
ઇમેલ : webmaster@ sanatanjaindharma.org 

 

Copyright © SANATAN JAIN DHARMA
2018 - 2019 All rights reserved

Designed & Developed by Cybersurf(India)Pvt.Ltd.