 |
|
આદરણીય શ્રી ગોકુળભાઈ |
આદરણીય શ્રી ગોકુળભાઈનો
પરિચય
ઈ. સ. ૧૯૪૩માં શ્રી શંખેશ્વર
તીર્થ પાસે આવેલ માંડલ ગામમાં જન્મેલા બાળ
બ્રહ્મચારી આદરણીય શ્રી ગોકુળભાઈનું જીવન અનેક
મહાપુરુષોની કૃપા દ્રષ્ટિથી સમૃધ્ધ થયેલ છે.
સન ૧૯૭૬માં પૂજ્ય ક્ષુલ્લક
શ્રી સહજાનંદ વર્ણીજી મહારાજ પાસે તેમણે આજીવન
બ્રહ્મચર્ય વ્રત અંગિકાર કર્યુ હતું.
પૂજ્ય મુની શ્રી સંમતભદ્રજી
તથા પૂજ્ય આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજનું
દિર્ઘ સાનિધ્યમાં તત્વની વિશેષ સમજણ પ્રાપ્ત
કરનાર શ્રી ગોકુલભાઈની પ્રેરણાથી અમદાવાદમાં
શ્રી સહજાત્મ સ્વરૂપ પરમગુરુ ટ્રસ્ટની સ્થાપના
થઈ છે, તથા દર્શન પાહુડ ધ્યાન દીપિકા મરણ
મહોત્સ્વ સ્વરૂપ સંબોધન આદી પુસ્તકોનું
પ્રકાશન પણ થયું છે છેલ્લાં ૨૨ વર્ષથી પાલડી
અમદાવાદમાં તેઓ શ્રી ની સ્વાધ્યાય પ્રવૃત્તિ
નીયમીત પણે ચાલી રહી છે.
મુંબઈ તથા ગુજરાતના અનેક વિસ્તારમાં
તેમણે આશરે ૪૦૦૦ વ્યક્તિઓને રાત્રી ભોજન
ત્યાગ, કંદમૂળ ત્યાગ, સામાજિક બ્રહ્મચર્ય
વિગેરેના નિયમો લેવાની પ્રેરણા કરી છે. સાદુ
તથા તત્વશીલ જીવન તથા એકાંત સાધના જેમને પ્રિય
છે. |