English

Space
 
Dhyan Deepika

આ ધ્‍યાન દીપિ‍કા ગ્રંથ શ્રીમાન તપાગચ્છીય ઉપાધ્‍યાયજી સકલચંદ્રજીનો (સંકલન કરેલો) રચેલો છે. આ ગ્રંથ સંસ્‍કૃત ભાષામાં છે.

એકંદરે જોતાં જેઓ ધ્‍યાન પ્રિય છે, જેમને આત્મસાધના કરવી છે, પોતાનું શ્રેય સાધવું છે, કર્મનો ક્ષય કરવો છે, જેમણે ધ્‍યાન માટે સાધ્‍યને માટે ગૃહસ્‍થાશ્રમનો ત્યાગ કરી ત્યાગમાર્ગ સ્‍વીકાર્યો છે અથવા જે વસ્‍તુસિદ્ધ કરવા માટે ધર્મનો આશ્રય લેવામાં આવ્‍યો છે તે વસ્‍તુ સિધ્‍ધ કરવાની જેમની પ્રબળ ઈચ્છા હોય તેઓ આ ગ્રંથના અધિકારી છે. આમાં ક્રિયા તથા જ્ઞાન એમ બન્‍ને માર્ગો આવેલાં છે. ક્રિયા પણ સહેતુક અને ફળવાળી જણાવેલી છે. જ્ઞાન પણ ઉત્તમ આત્‍માને, શુદ્ધ આત્‍માને લક્ષમાં રાખીને જ બતાવેલું છે. એકંદરે સમ્‍યકજ્ઞાન, દર્શનચારિત્ર કે જે મોક્ષનો માર્ગ છે, તે આ ગ્રંથમાં બતાવવામાં આવેલું છે. આ ગ્રંથ એ એક ગ્રંથ નથી પણ અનેક ગ્રંથોનું અને અનુભવનું દોહન સારરૂપ છે.

ધ્‍યાનનાં ઘણાં બધા પ્રકાર છે. શુભ, અશુભ અને શુધ્‍ધ ધ્‍યાનમાં પણ અનેક ભેદો રહેલાં છે. અશુભ ધ્‍યાનનું ફળ માઠું, શુભધ્‍યાનનું ફળ સદગતિ અને શુધ્‍ધ ધ્‍યાનનું ફળ મોક્ષ છે. શુભાશુભ ધ્‍યાન જ્ઞાની અને અજ્ઞાની એમ બન્‍ને હોઈ શકે છે, પણ શુધ્‍ધ ધ્‍યાન તો માત્ર આત્‍માજ્ઞાનીઓને જ હોઈ શકે છે.

અર્વાચીન નવા નવા અનેક પ્રકારના ધ્‍યાનો વર્તમાનમાં પ્રચલિત થઈ રહ્યા છે, પણ જેના મૂળ અને પરંપરામાં આત્‍મજ્ઞાની સત્‍પુરુષો રહેલાં નથી તે પદ્ધતિ ગમે તેવી સારી, સુંદર અને પ્રિય લાગતી હોયતો પણ તે વાસ્તવિક આત્‍મકલ્‍યાણમાં નિમિત્ત બની શકે નહિ. આત્‍મજ્ઞાનીઓની પદ્ધતિઓમાં દીર્ઘદ્રષ્ટિપણું હોય છે. ધ્‍યાનસિધ્ધિ ન થાય તો પણ તેઓની બતાવેલી પ‍ધ્‍ધતિ પ્રમાણે ધ્‍યાનનો અભ્‍યાસ કરવાથી મિથ્‍યાત્વની મંદતા અને એવું વિશિષ્‍ટ પ્રકારનું પૂણ્ય બંધાય કે જેના નિમિત્તે ભવિષ્‍યમાં આત્‍મકલ્‍યાણની પ્રાપ્‍તિ થાય તેવાં નિમિત્તો એને મળતાં રહે. કાર્યની સિધ્ધિતો ઉપાદાનની યોગ્‍યતાથી પોતાનામાં પોતાનાથી જ થવાની છે. ધ્‍યાનદીપિકા પુસ્‍તકમાં જે પ‍દ્ધતિઓ પૂર્વાચાર્યાએ બતાવી છે તેનુ મૂળ પ્રાચીન આગમો અને કેવળજ્ઞાનીઓ છે.

 
Title

શ્રી નરેશભાઇ સી. શાહ (મનુભાઇ)

૧૧, અશ્વમેઘ બંગ્‍લોઝ, વિભાગ-૭, હસુભાઇ પાર્કની પાસે, હિત્‍વી ટાવર પાછળ, સેટેલાઇટ, અમદાવાદ-૧૫ ફોન નં : (ઘર) ૦૭૯ - ૨૬૭૬૦૭૧૮,
(મો) ૯૮૨૫૦ ૨૭૦૭૨,
ઇમેલ: n.c.shah09@yahoo.co.in

 

ધારિણી ડી. શાહ

૯૮૨, ટોલકનગર નાકા, મહાવીર ટાવર પાછળ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭
ફોન નં : ૦૭૯-૨૬૫૮૪૪૫૬
(મો) ૯૪૨૮૬ ૧૨૨૦૫,
ઇમેલ : webmaster@ sanatanjaindharma.org 

 

Copyright © SANATAN JAIN DHARMA
2018 - 2019 All rights reserved

Designed & Developed by Cybersurf(India)Pvt.Ltd.