English

Space
 
Simandhar Swami Bhagvan Shrimad Rajchandra
સિમંધર સ્‍વામી ભગવાન શ્રીમદ્ રાજચંદ્ર વચાનામૃત

શ્રીમદ્ રાજચંદ્ર વચાનામૃત
 

Bullet

જ્યાં ત્યાંથી રાગ-દ્વેષથી રહિત થવું એ જ મારો ઘર્મ છે.

 

(પત્રાંક : ૩૭)

Bullet

પૂર્વના અશુભ કર્મ ઉદય આવ્યે વેદતાં જો શોચ કરો છો તો હવે એ પણ ધ્યાન રાખો કે નવાબાંધતાં પરિણામે તેવાં તો બંધાતાં નથી?

 

(પત્રાંક : ૮૫)

Bullet

આત્માને ઓળખવો હોય તો આત્માના પરિચયી થવું, પરવસ્તુના ત્યાગી થવું.

 

(પત્રાંક : ૮૫)

Bullet

હે જીવ, તું ભ્રમામા, તને હિત કહું છુ, અંતરમાં સુખ છે, બહાર શોધવાથી મળશે નહીં.

 

(પત્રાંક : ૧૦૮)

Bullet

જીવ પોતાને ભૂલી ગયો છે, અને તેથી  સતસુખનો તેને વિયોગ છે, એમ સર્વ ધર્મ સમ્મત કહ્યું છે.

 

(પત્રાંક : ૨૦૦)

Bullet

અનંતકાળ સુઘી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મૂહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે.

 

(પત્રાંક : ૨૦૦)

Bullet

શાસ્ત્રાદિક જ્ઞાનથી નિવેડો નથી પણ અનુભવજ્ઞાનથી નિવેડો છે.

 

(પત્રાંક : ૨૭૦)

Bullet

જગતમાં રૂડું દેખાડવા માટે મુમુક્ષુ કંઇ આચરે નહીં પણ રૂડું હોય તેજ આચરે.

 

(પત્રાંક : ૨૭૪)

Bullet

ગમે તે ક્રિયા, જપ, તપ કે શાસ્ત્ર વાંચન કરીને પણ એક જ કાર્ય સિધ્ધ કરવાનું છે, તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું.

 

(પત્રાંક : ૨૯૯)

Bullet

દીર્ધ કાળ સુઘી યર્થાથ બોધનો પરિચય થવાથી બોઘબીજની પ્રાપ્તિ હોય છે, અને એ બોધબીજ તે પ્રાયે નિશ્ચય સમ્યકત્વ હોય છે.

 

(પત્રાંક : ૩૩૦)

Bullet

દુ:ખની નિવૃત્તિને સર્વ જીવ ઇચ્છે છે, અને દુ:ખની નિવૃત્તિ દુ:ખ જેનાથી જન્મ પામે છે એવા રાગ, દ્વેષ અને અજ્ઞાનાદિ દોષની નિવૃત્તિ થયા વિના, થવી સંભવતી નથી.

 

(પત્રાંક : ૩૭૫)

Bullet

જ્ઞાની પરૂષે કહેવું બાકી નથી રાખ્યું, પણ જીવે કરવું બાકી રાખ્યું છે.

 

(પત્રાંક : ૪૬૬)

Bullet

સર્વ કલેશથી અને સર્વ દુ:ખથી મુક્ત થવાનો આત્મોજ્ઞાન સિવાય બીજો કોઇ ઉપાય નથી.

 

(પત્રાંક : ૫૬૮)

Bullet

સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ મોક્ષ કહે છે.

 

(પત્રાંક : ૬૦૯)

Bullet

અનંતકાળથી યમ, નિયમ, શાસ્ત્રાવલોકનાદિ કાર્ય કર્યા છતાં સમજાવું અને શમાવું એ પ્રકાર આત્મામાં આવ્યો નહીં, અને તેથી પરિભ્રમણની નિવૃત્તિ ન થઇ.

 

(પત્રાંક : ૬૫૧)

Bullet

જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોધ, આત્માર્થ ઉપદેશક, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે, અને અનુભવસહિતપણું હોવાથી આત્માને સતત જાગૃત કરનાર હોય છે.

 

(પત્રાંક : ૬૭૯)

Bullet

હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઇપણ મારા નથી, શુધ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવનાં કરતાં રોગ દ્વેષનો ક્ષય થાય.

 

(પત્રાંક : ૬૯૨)

Bullet

લોકની દ્રષ્ટિને જયાં સુઘી આ જીવ વમે નહીં તથા તેમાંથી અંતર્વૃત્તિ છૂટી ન જાય ત્યાં સુઘી જ્ઞાનીની દ્રષ્ટિનું વાસ્તવિક મહાત્મ્ય લક્ષગત ન થઇ શકે એમાં સંશય નથી.

 

(પત્રાંક : ૭૨૩)

Bullet

સમ્યકદર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યકચારિત્રની એકત્રતા તે "મોક્ષમાર્ગ" છે.

 

(પત્રાંક : ૭૬૨)

Bullet

સતત અંતર્મુખ ઉપયોગે સ્થિતિ એજ નિર્ગ્રંથનો પરમ ધર્મ છે.

 

(પત્રાંક : ૭૬૭)

Bullet

જેણે ત્રણે કાળને વિષે દેહાદિથી પોતાનો કાંઇપણ સંબંઘ નહોતો એવી અસંગદશા ઉત્પન્ન કરી તે ભગવાનરૂપ સત્પુરુષોને નમસ્કાર છે.

 

(પત્રાંક : ૭૭૯)

Bullet

આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઇ પ્રત્યે રાગ અથવા કોઇ પ્રત્યે કિંચિંતમાત્ર દ્વેષ ન રહે.

 

(પત્રાંક : ૭૮૦)

Bullet

સર્વ જીવ પ્રત્યે, સર્વ ભાવ પ્રત્યે અખંડ એકરસ વીતરાગદશા રાખવી એ જે સર્વ જ્ઞાનનું ફળ છે. આત્મા શુધ્ધ ચૈતન્ય, જન્મ જરામરણ રહિત અસંગ સ્વરૂપ છે, એમાં સર્વ જ્ઞાન સમાય છે, તેની પ્રતીતિમાં સર્વ સમ્યકદર્શન સમાય છે, આત્માને અસંગસ્વરૂપે સ્વભાવદશા રહે તે સમ્યક ચારિત્ર, ઉત્કૃષ્ટ સંયમ અને વીતરાગદશા છે.

 

(પત્રાંક : ૭૮૧)

Bullet

સત્સમાગમ, સત્શાસ્ત્ર અને સદાચારમાં દ્રઢ નિવાસ એ આત્મદશા થવાનાં પ્રબળ અવલંબન છે.

 

(પત્રાંક : ૮૦૦)

Bullet

હે આર્યજનો, અંતર્મુખ થઇ, સ્થિર થઇ, તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો.

 

(પત્રાંક : ૮૩૨)

Bullet

વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત્ત છે, તેને શિતળ એવું આત્મસુખ, આત્મતત્વ કયાંથી પ્રતીતિમાં આવે ?

 

(પત્રાંક : ૮૩૨)

Bullet

સર્વ દૂંવ્યથી, સર્વ ક્ષેત્રથી, સર્વ કાળથી અને સર્વ ભાવથી જે સર્વ પ્રકારે અપ્રતિબદ્ઘ થઇ નિજસ્વરૂપમાં સ્થિત થયા તે પરમ પુરુષોને નમસ્કાર.

 

(પત્રાંક : ૮૩૩)

Bullet

અજ્ઞાનથી અને સ્વસ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની ભ્રાંતિ છે. તેજ ભ્રાંતિ નિવૃત્ત કરી શુધ્ધ ચૈતન્ય નિજઅનુભવ પ્રમાણ સ્વરૂપમાં પરમ જાગૃત થઇ જ્ઞાની સદાય નિર્ભય છે.

 

(પત્રાંક : ૮૩૩)

Bullet

સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુધ્ધ ચૈતન્ય સ્વરૂપ, પરમોત્કૃષ્ટ, અચિંત્ય સુખ સ્વરૂપ માત્ર એકાંત શુધ્ધ અનુભવરૂપ હું છું, ત્યાં વિક્ષેપ શો ? નિર્વિકલ્પ શુધ્ધ શુધ્ધ, પ્રકૃષ્ટ શુધ્ધ પરમશાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું. હું નિજસ્વરૂપમય ઉપયોગ કરું છું. તન્મય થાઉં છું. શાંતિ: શાંતિ: શાંતિ:

 

(પત્રાંક : ૮૩૩)

Bullet

અનંત કાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર

 

પત્રાંક : ૮૩૯)

Bullet

દેહાદિ સંબંધી જે પુરુષો હર્ષવિષાદ કરતા નથી તે પુરૂષો પૂર્ણ દ્વાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે, એમ સમજો.

 

(પત્રાંક : ૮૪૨)

Bullet

જિજ્ઞાસાબળ, વિચારબળ, વૈરાગ્યબળ, ધ્યાનબળ, અને જ્ઞાનબળ વર્ઘમાન થવાને અર્થે આત્માર્થી જીવને તથારૂપ જ્ઞાની પુરૂષનો સમાગમ વિશેષ કરી ઉપાસવા યોગ્ય છે.

 

(પત્રાંક : ૮૫૬)

Bullet

પરમ શાંત શ્રુતના વિચારમાં ઇન્દ્રિય નિગ્રહપૂર્વક આત્મપ્રવૃત્તિ રાખવામાં સ્વરૂપ સ્થિરતા અપૂર્વપણે. પ્રગટે છે.

 

(પત્રાંક : ૮૯૬)

Bullet

જગત વિષયના વિક્ષેપમાં સ્વરૂપવિભ્રાંતિ વડે વિશ્રાંતિ પામતું નથી.

 

(પત્રાંક : ૯૦૧)

Bullet

અનંત અવ્યાબાધ સુખનો એક અનન્ય ઉપાય સ્વરૂપસ્થ થવું તે જ છે, એ જ હિતકારી ઉપાય જ્ઞાનીએ દોઠો છે.

 

(પત્રાંક : ૯૦૧)

Bullet

પ્રાણી માત્રનો રક્ષક, બંધવ અને હિતકારી એવો કોઇ ઉપાય હોય તો તે વીતરાગનો ઘર્મ જ છે.

 

પત્રાંક : ૯૦૩)

Bullet

ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમયમાત્ર પણ વિશેષ મૂલ્યવાન છે. એવો આ મનુષય દેહ અને પરમાર્થને અનુકૂળ એવ યોગ સંપ્રાપ્ત છતાં જો જન્મમરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિક્કાર હો !

 

(પત્રાંક : ૯૩૫)

Bullet

સુખ ધામ અનંત સુસંત ચહી, દિન રાત્ર રહે તદધ્યાનમહી, પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જય તે.

 

પત્રાંક : ૯૫૪)

Copyright © SANATAN JAIN DHARMA
2018 - 2019 All rights reserved

Designed & Developed by Cybersurf(India)Pvt.Ltd.