English

Space
 
Padm Prabhal Daridev Bhagvan Shri Kundkundachrya Pu.Pa.Swami

પ્રદ્મપ્રભમલદારીદેવ

ભગવાનશ્રી કુંદકુંદાચાર્ય

પૂજ્યપાદ સ્‍વામી

નિર્ગ્રંથવાણી વચાનામૃત
 

Bullet

હે ભવ્ય ! લોકમાં નમન કરવા યોગ્ય પુરુષો તે પણ જેને નમે છે, ઘ્યાવવા યોગ્ય પરૂષો તે પણ જેનું નિરંતર ઘ્યાન કરે છે તથા સ્તૃતિ કરવા યોગ્ય પુરુષો તે પણ જેની સ્તુતિ કરે છે એવા પરમાત્મા આ દેહમાં જ બિરાજે છે. તેને ગમેતેમ કરીને પણ જાણ.

 

(શ્રી કુંદકુંદચાર્ય, મોક્ષપહુડ ગાથા-૧૦૩)

Bullet

જડ અને ચેતન બન્ને ભિન્ન છે, એ જ તત્ત્વનો સાર છે, બાકી બધો એનો વિસ્તાર છે.

 

(પૂજ્યપાદ સ્વામી, ઇષ્ટોપદેશ, ગાથા-૫૦)

Bullet

જેમ નેત્ર (દ્રશ્ય પદાર્થોને કરતું-ભોગવતું નથી, દેખે જ છે), તેમ જ્ઞાન અકારક તથા અવેદક છે, અને બંઘ, મોક્ષ, કર્મોદય તથા નિર્જરાને જાણે જ છે.

 

(શ્રી કુંદકુંદચાર્ય, સમયસાર, ગાથા-૩૨૦)

Bullet

જેમ લોકાગ્રે સિધ્ધ ભગવંતો અશરીરી, અવિનાશી, અતીન્દ્રિય, નિર્મળ અને વિશુદ્ઘ આત્‍મા (વિશુધ્ધ સ્વરૂપી) છે, તેમ સંસારમાં (સર્વ) જીવો જાણવા.

 

(શ્રી કુંદકુંદચાર્ય, નિયમસાર, ગાથા:૪૮)

Bullet

શુધ્ધ ચિદ્રુપનું સ્મરણ તજીને જે જીવ અન્ય કાર્ય કરવા ઇચ્છે છે તે દુર્બુધ્ધિ જીવ અમૂલ્ય ચિંતામણિરત્નને તજીને પથ્થર ગ્રહવા લલચાય છે.

 

(શ્રી જ્ઞાન ભૂષણ, તત્વજ્ઞાન-તરંગિણી અધિકાર-૯ શ્ર્લોક-૧૪)

Bullet

હે યોગી ! એક પરમ આત્મદર્શન જ મોક્ષનું કારણ છે. અન્ય કાંઇ પણ મોક્ષનું કારણ નથી, આમ ખરેખર તું જાણ

 

(શ્રી યોગીન્દ્રદેવ, યોગસાર, ગાથા-૧૬)

Bullet

આ વિષયસુખ તો બે દિવસ રહેનારા-ક્ષણિક છે. પછી તો દુ:ખની પરિપાટી છે. માટે હે જીવ તારા આત્માને ભૂલીને પોતાના જ ખભા ઉપર કૂહાડાનો પ્રહાર ન કર.

 

(શ્રી મુનિવર રામસિંહ, પાહુડ દોહા, ગાથા-૧૭)

Bullet

પંડિતો સમતાભાવને સમસ્ત શાસ્ત્રોનો સાર બતાવે છે. તે સમતાભાવ કર્મરૂપી મહાવનને ભસ્મ કરવા માટે દાવાનળ સમાન છે.

 

(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિશંતિ, એકત્વ સપ્તતિ, શ્ર્લોક-૬૮)

Bullet

આ જિન-વચનરૂપી ઔષધ વિષયસુખનું વિરેચન કરાવનારું છે, ભવ્ય જીવોને અમૃત સમાન છે, જિનવચનના સેવનથી ભવ્ય જીવ અમર બને છે. માટે આ જિન-વચનરૂપી ઔષધ જરા-મરણનું નાશક છે. દીર્ધકાળ સુઘી રહેવાવાળા રોગ અને અકસ્માત ઉત્પન્ન થવાવાળી વ્યાધિને જીન-વચન તત્કાળ નષ્ટ કરે છે. સર્વ દુ:ખોનો નાશ કરીને મુક્તિ-સુખ આપે છે. માટે હે મુનિ ! આવા જિન-વચનરૂપી ઔષધનું તું સતત સેવન કર.

 

(શ્રી કુંદકુંદચાર્ય, મૂલાચાર, અધિ-ર, ગાથા:૯૧)

Bullet

રાગ કરકે રંજિત મનમેં રાગાદિ રહિત આત્મદેવ નહીં દિખતા, જૈસે કિ મલિન દર્પણમેં મુખ નહીં ભાસતા યહ બાત હે પ્રભાકર ભટ્ટ ! તૂં સંદેહ રહિત જાન.

 

(શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિકાર-૧, ગાથા-૧૨૦)

Bullet

જ્ઞાની પરૂષ એવો વિચાર કરે છે કે હું સદૈવ એકલો છું, પોતાના જ્ઞાન-દર્શન રસથી ભરપૂર પોતાના જ આધારે છું, ભ્રમજાળનો કૂપ મોહકર્મ મારુ સ્વરૂપ નથી! નથી!! મારૂં સ્વરૂપ તો શુધ્ધ ચૈતન્ય સિંધુ છે.

 

(શ્રી બનારસીદાસજી, નાટક સમયસાર, જીવદ્વાર, પદ-૩૩)

Bullet

કેવો છે નિર્વિકલ્પ અનુભવ ? જેમાં પઠન-પાઠન, સ્મરણ, ચિંતન, સ્તુતિ, વંદના ઇત્યાદિ અનેક (ક્રિયારૂપ વિકલ્પો વિષ સમાન કહ્યાં છે. તે નિર્વિકલ્પ અનુભવમાં ન ભણવું, નભણાવવું, ન વંદવું, ન નિંદવું એવો ભાવ અમૃતના નિધાન સમાન છે. ભાવાર્થ આમ કછે કે – નિર્વિકલ્પ અનુભવ સુખરૂપ છે, તેથી ઉપાદેય છે, નાના પ્રકારના વિકલ્પો આકુળતા-રૂપ છે, તેથી હેય છે.

 

(શ્રી રાજમલ્લજી, કળશટીકા, કળશ-૧૮૯)

Bullet

(હૈ ભવ્ય પ્રાણી!) તું આમાં (જ્ઞાનમાં) નિત્ય રત અર્થાત પ્રીતિવાળો થા, આમાં નિત્ય સંતુષ્ટ થા અને આનાથી તૃપ્ત થા, (આમ કરવાથી) તને ઉત્તમ સુખ થશે.

 

(શ્રી કુંદકુંદચાર્ય, સમયસાર, ગાથા-૨૦૬)

Bullet

કેટલાય જીવ કોઇ શાસ્ત્ર આદિના નિમિત્તે કાંઇક થોડું એક જ્ઞાન મેળવીને એટલા બધા અભિમાની થઇ જાય છે કે તે બધા લોકોને મૂર્ખ સમીજીને અન્ય કોઇ પણ વિશિષ્ટ વિદ્વાનોનો આશ્રય લેતા નથી.

 

(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિશંતિ, એકત્વ સપ્તતિ, શ્ર્લોક-૮)

Bullet

ઉન્નતિનો ક્રમ તો એ છે કે – એકને જોઇ બીજો તેના આદર્શ ગુણોનો અનુકરણ કરે, પરંતુ દોષદ્રષ્ટિવાન મનુષ્ય પોતાથી જગતમાં કોઇ વિશેષ ગુણવાન છે એ સમજતો જ નથી. બીજામાં દોષ હોવા અથવા નહિ હોવાથી તમને પોતાને શું લાભ-હાનિ છે ? તારો દોષ જે દિવસે નિવૃત્ત થશે તે દિવસે તું ખરેખર સુખી થઇશ. માટે હે મુમુક્ષુ ! એ પરદોષ જોવા તરફ તું નિરંતર ઉપેક્ષીત રહે.

 

(શ્રી ગુણભદ્ર આચાર્ય, આત્માનુશાસન, ગાથા-૨૫૦)

Bullet

જે ગૃહસ્થઅવસ્થામાં જિનેન્દ્ર ભગવાનનાં ચરણકમળની પૂજા કરવામાં આવતી નથી તથા ભક્તિપૂર્વક સંયમી જનોને દાન આપવામાં આવતું નથી તે ગૃહસ્થઅવસ્થાને અગાધ જળમાં પ્રવેશીને શું શીધ્ર ડૂબાડી ન દેવી જોઇએ ? અર્થાત અવશ્ય ડૂબાડી દેવીજ જોઇએ.

 

(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિશંતિ, દાન અધિકાર-ર૧, શ્ર્લોક-૨૪)

Bullet

જો યોગી ધ્યાની મુનિ વ્યવહારમેં સોતા હૈ, વહ અપને સ્વરૂપકે કામમેં જાગતા હૈ ઔર જો વ્યવહારમેં જાગતા હૈ, વહ અપને આત્મ કાર્યમેં સોતા હૈ.

 

(શ્રી કુંદકુંદાચાર્ય, મોક્ષપાહુડ, ગાથા-૩૧)

Bullet

હું પરનો નથી, પર મારા નથી, હું એક જ્ઞાન છું એમ જે ઘ્યાવે છે, તે ઘ્યાતા ઘ્યાનકાળે આત્મા અર્થાત શુધ્ધાત્મા થાય છે.

 

(શ્રી કુંદકુંદચાર્ય, પ્રવચનસાર, ગાથા-૧૯૧)

Bullet

જો જીવ પરદ્રવ્યમેં રત હૈ, રાગી હૈ, વહ તો અનેક પ્રકારકે કર્મોસે બંઘતા હૈ, કર્મોકા બંઘ કરતા હૈ ઔર જો ૫રદ્રવ્યસે વિરત હૈ રાગી નહીં હૈ, વહ અનેક પ્રકારકે કર્મોસે છૂટતા હૈ, યહ બંધકા ઔર મોક્ષકા સંક્ષેપમેં જિનદેવકા ઉપદેશ હૈ.

 

(શ્રી કુંદકુંદાચાર્ય, મોક્ષ પાહુડ, ગાથા-૧૩)

Bullet

જો પરદ્રવ્ય ઇષ્ટ-અનિષ્ટ હોત અને ત્યાં આ જીવ રાગ-દ્વેષ કરતો હોય તો મિથ્યા નામ ન પામત, પણ તે તો ઇષ્ટ-અનિષ્ટ નથી અને આ જીવ તેને ઇષ્ટ-અનિષ્ટ માની રાગ-દ્વેષ કરે છે તેથી એ પરિણામોને મિથ્યા કહ્યા છે.

 

(શ્રી ટોડરમલજી, મોક્ષમાર્ગ પ્રકાશક, અધિકાર-૪, પાનુ-૯૪)

Bullet

એક તરફ સમ્યગદર્શનનો લાભ થતો હોય અને બીજી તરફ ત્રણ લોકનું રાજ્ય મળતું હોય તો પણ ત્રણ લોકના લાભ કરતાં સમ્યગ્દર્શનનો લાભ શ્રેષ્ઠ છે. ત્રણ લોકનું રાજ્ય પામીને પણ અમુક નિશ્ચિતકાલ પછી તયાંથી પતન થશે જ અને સમ્યગ્દર્શનનો લાભ થતાં અવિનાશી મોક્ષસુખ પ્રાપ્ત થાય છે. તેથી ત્રણ લોકના લાભ કરતાં સમ્યકત્વનો લાભ શ્રેષ્ઠ છે.

 

(શ્રી શિવકોટિ આચાર્ય, ભગવતી આરાધના, ગાથા-૪૪૬-૪૪૭)

Bullet

(હે ભવ્ય !) તું મોક્ષમાર્ગમાં પોતાના આત્માને સ્થાપ, તેનું જ ઘ્યાન કર, તેને જ ચેત-અનુભવ અને તેમાં જ નિરંતર વિહાર કર, અન્ય દ્રવ્યોમાં વિહાર ન કર.

 

(શ્રી કુંદકુંચાર્ય, સમયસર, ગાથા-૪૧૨)

Bullet

ત્રણલોકના જીવોને નિરંતર મરતાં દેખીને પણ જે જીવ પોતાના આત્માનો અનુભવ નથી કરતા અને પાપોથી વિરક્ત નથી થતાં-એવા જીવોના ધીઠપણાને ધિક્કાર હો.

 

(આચાર્ય શ્રી ધર્મદાસ, ઉપદેશ-સિદ્ઘાંત રત્નમાળા, ગાથા-૧૦૯)

Bullet

જ્ઞાની કર્મને કરતો નથી તેમ જ વેદતો નથી, કર્મના સ્વભાવને તે કેવળ જાણે જ છે. એમ કેવળ જાણતો થકો કરણના અને વેદનના (કરવાના અને ભોગવવાના)અભાવને લીઘે શુદ્ઘ સ્વભાવમાં નિશ્ચય એવો તે ખરેખર મુક્ત જ છે.

 

(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, કળશ-૧૯૮)

Bullet

જેમ કોઇ એક (દરિદ્ર માણસ) નિધીને પામીને પોતાના વતનમાં (ઉક્તપણે) રહી તેના ફળને ભોગવે છે, તેમ જ્ઞાની પરજનોના સમૂહને છોડીને જ્ઞાનનિધિને ભોગવે છે.

 

(શ્રી કુંદકુંદચાર્ય, નિયમસાર, ગાથા-૧૫૭)

Bullet

જ્ઞાની વિચારે છે કે : નિશ્ચયથી હું એક છું, શુદ્ઘ છું, મમતારહિત છું, જ્ઞાન-દર્શનથી પૂર્ણ છું, તે સ્વભાવમાં રહેતો, તેમાં (તે ચૈતન્ય અનુભવ)માં લીન થતો (હું) આ ક્રોધાદીક સર્વ આશ્રવોને ક્ષય પમાડું છું.

 

(શ્રી કુંદકુંદચાર્ય, સમયસાર, ગાથા-૭૩)

Bullet

જીવોને મારો અથવા ન મારો-કર્મબંધ અઘ્યવસાનથી જ થાય છે. આ નિશ્ચયનયે, જીવોના બંઘનો સંક્ષેપ છે.

 

(શ્રી કુંદકુંદાચાર્ય, સમયસાર, ગાથા-૨૬૨)

Bullet

સર્વજ્ઞ-વિતરાગમાં અને આ સ્વવશ યોગીમાં કયારેય કાંઇ પણ ભેદ નથી; છતાં અરેરે ! આપણે જડ છીએ કે તેમનામાં ભેદ ગણીએ છીએ.

 

(શ્રી પ્રદ્મપ્રભમલદારીદેવ, નિયમસાર-ટીકા, શ્ર્લોક-૨૫૩)

Bullet

આ સદ્દગુરૂઓની આજ્ઞા છે. સમસ્‍ત સિદ્ઘાંતોનો આ જ સાર છે. કર્તવ્‍યોમાં મુખ્‍ય કર્તવ્‍ય આ છે કે પોતાના ચિદ્રુપ આત્‍મામાં વિશુદ્ઘિ કરવી.

 

(શ્રી જ્ઞાનભૂષણ, તત્વજ્ઞાન-તરંગિણી, અધિકાર-૧૩, શ્ર્લોક-૨૩)

Bullet

જે અર્હંતને દ્રવ્‍યપણે, ગુણપણે જાણે છે, તે (પોતાના) આત્‍માને જાણે છે. અને પર્યાયપણે જાણે છે અને તેનો મોહ અવશ્‍ય લય પામે છે.

 

(શ્રી કુંદકુંદાચાર્ય, પ્રવચનસાર, ગાથા-૮૦)

Bullet

અરેરે ! લોકો સર્પને દેખીને દૂર ભાગે છે, તમને તો કોઇ કાંઇ કહેતું નથી. ૫ણ જે કુગુરૂપી સર્પને છોડે છે તેને મૂઢજનો દૃષ્ટ કહે છે! એ અત્યંત ખેદ છે.

 

(આચાર્ય શ્રી ઘર્મદાસ, ઉપદેશ સિદ્ઘાંત-રત્નમાળા ગાથા-૩૬)

Bullet

જેમ સુવર્ણની બેડી પણ પુરુષને બાંધે છે અને લોખંડની પણ બાંધે છે અને લોખંડની પણ બાંધે છે, તેવી રીતે શુભ તેમ જ અશુભ કરેલું કર્મ જીવને (અવિશેષપણે) બાંધે છે. માટે એ બંને કુશીલો સાથે રાગ ન કરો અથવા સંસર્ગ પણ ન કરો કરણ કે કુશીલ સાથે સંસર્ગ્અને રાગ કરવાથી સ્વાધીનતાનો નાશ થાય છે. (અથવા તો પોતાનો ઘાત પોતાથી જ થાય છે.)

 

(શ્રી કુંદકુંદચાર્ય, સમયસાર, ગાથા-૧૪૬-૧૪૭)

Bullet

જ્ઞાન દર્શન લક્ષણવાળો શાશ્વત એક આત્મા મારો છે; બાકીના બધા સંયોગ-લક્ષણવાળા ભાવો મારાથી બાહ્ય છે.

 

(શ્રી કુંદકુંદચાર્ય, નિયમસાર, ગાથા-૧૦૨)

Bullet

જે કોઇ સિદ્ઘ થયા છે તે ભેદ વિજ્ઞાનથી જ સિદ્ઘ થયા છે; જે કોઇ બંઘાયા છે તે તેના જ (ભેદ વિજ્ઞાનના જ) અભાવથી બંધાયા છે.

 

(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, કળશ-૧૩૧)

Bullet

પર દ્વારા મારા ગુણ (પર્યાય) કરી કે હરી શકાતા નથી અને મારા દ્વારા પરના ગુણ ઉત્પન્ન કરી કે દૂર કરી શકાતા નથી. તેથી પર દ્વારા મારા ગુણ અને મારા દ્વારા પરના કોઇ ગુણ ઉપકાર કરવામાં આવે છે. અથવા કરવામાં આવતાં નથી. એ બધી કલ્પના મિથ્યા છે કે જે મોહથી અભિભૂત જીવો દ્વારા કરાય છે.

 

(શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર પ્રાભૃત, સંવર અઘિ, ગાથા-૧૬-૧૭)

Bullet

અંતરાત્મા આત્મજ્ઞાનથી ભિન્ન કોઇ કાર્યને લાંબા સમય સુઘી પોતાની બુદ્ઘિમાં ધારણ કરે નહિ. જો પ્રયોજનવશાત વચન-કાયથી કંઇ પણ કરવાનો વિકલ્પ કરે તો તે અનાસક્તપણે કરે.

 

(શ્રી પૂજ્ય પાદ સ્વામી, સમાધિતંત્ર, ગાથા-૫૦)

Bullet

ક્રોધાદિક અને જ્ઞાન જુદી જુદી વસ્તુઓ છે; જ્ઞાનમાં ક્રોધાદિક નથી, ક્રોધાદિકમાં જ્ઞાન નથી. આવું તેમનું ભેદજ્ઞાન થાય ત્યારે તેમના એકપણારૂપ અજ્ઞાન મટે અને અજ્ઞાન મટવાથી કર્મનો બંઘ પણ ન થાય. આ રીતે જ્ઞાનથીજ બંધનો નિરોધ થાય છે.

 

(શ્રી કુંદકુંદચાર્ય, સમયસાર, ગાથા-૭૧નો ભાવાર્થ)

Bullet

દર્શનમોહ રહિત (સમ્યગ્દષ્ટિ) ગૃહસ્થ મોક્ષમાર્ગમાં સ્થિત છે, પરંતુ દર્શનમોહ સહિત મુનિ મોક્ષમાર્ગમાં સ્થિત નથી જ. તેથી મિથ્યાત્વી મુનિ કરતાં મિથ્યાત્વ રહિત (સમ્યગ્દષ્ટિ) ગૃહસ્થ શ્રેષ્ઠ છે.

 

(શ્રી સમંતભદ્ર આચાર્ય, રત્નકરંડ શ્રાવકાચાર, ગાથા-૩૩)

Bullet

હે જિનેન્દ્ર ! ચર્મમય નેત્રથી પણ આપના દર્શન થતાં જે મહાન હર્ષ ઉત્પન્ન થાય છે તે ત્રણલોકમાં સમાતો નથી તો પછી જ્ઞાનરૂપ નેત્રથી આપના દર્શન થતાં કેટલો આનંદ પ્રાપ્ત થાય તે અમે જાણતા નથી.

 

(શ્રી પદ્મનંદી આચાર્ય, ૫દ્મનંદી પંચ વિશતિ, ઋષભસ્તોત્ર, શ્ર્લોક-૩)

Bullet

જૈન ધર્મમાંતો એવી આમ્નાય છે કે – પહેલાં મોટું પાપ છોડાવી, પછી નાનું પાપ છોડાવવામાં આવે છે. તેથી એ મિથ્યાત્વને સાતવ્યસનાદિથી પણ મહાન પાપ જાણી પહેલાં છોડાવ્યું છે. માટે જે પાપના ફળથી ડરતો હોય, તથા પોતાના આત્માને દુ:ખસમુદ્રમાં ડૂબાવવા ન ઇચ્છતો હોય, તે જીવ આ મિથ્યાત્વ-પાપને અવશ્ય છોડો.

 

(શ્રી ટોડરમલ્લજી, મોક્ષમાર્ગ પ્રકાશક, અધિકાર-૬, પાનું-૧૯૮)

Bullet

મારું મરણ નથી તો મને ડર કોનો? મને વ્યાધિ નથી તો મને પીડા કેવી? હું બાળક નથી, હું વૃદ્ઘ નથી, હું યુવાન નથી. આ સર્વ અવસ્થાઓ પુદગલની છે.

 

(શ્રી પૂજ્યપાદ, આચાર્ય, ઇષ્‍ટોપદેશ, ગાથા-૨૯)

Bullet

જે જીવ તત્વની પઢી-સુણી વાતો કરીને પતાને તત્વજ્ઞ માની બેસે છે તે તો બાળક છે; અને જે ઝાઝી વાતો કરવાનું છોડીને અંતરમાં સદાય આત્‍માનુભૂતિના આનંદનો સ્વાદ લ્યે છે તે મુનિનાયક છે.

 

(શ્રી નેમીશ્વર-વચનામૃત-શતક, શ્ર્લોક-૪૭)

Bullet

જો કોઇ લાભ ઔર કીર્તિકે કારણ પરમાત્મા કે ઘ્યાનકો છોડ દેતે હૈ, વે હી મુની લોહેકે કીલેકે લિયે અર્થાત કીલેકે સમાન અસાર ઇન્દ્રિય સુખકે નિમિત્ત મુનિપદ યોગ્ય શરીરરૂપી દેવસ્થાનકો તથા આત્મ-દેવકો ભવકી આતાપસે ભસ્મ કર દેતે હૈ.

 

(શ્રી યોગીન્દ્ર દેવ, પરમાત્મપ્રકાશ, અધિકાર-ર, ગાથા-૯૨)

Bullet

જેમ અનેક વીંછી એક સાથે ડંખીને પ્રાણીઓને પીડે છે તેમ વિકલ્પો આત્માને પીડે છે. તેથી તે વિકલ્પો વિદ્યમાન છે ત્યાં સુધી સુખ કેવી રીતે થાય) અર્થાત જયાં વિકલ્પો છે ત્યાં સુખ નથી.

 

(શ્રી જ્ઞાનભૂષણ, તત્વજ્ઞાતરંગિણી, અધિકાર-૧૬, શ્ર્લોક-૧૦)

Bullet

ત્રણ પ્રકારે (મન-વચન-કાયાથી) ગુપ્ત હોવાને લીધે ઉચ્છવાસમાત્રથી ખપાવે છે.

 

(શ્રી કુંદકુંદચાર્ય, પ્રવચનસાર, ગાથા-૨૩૮)

 
Copyright © SANATAN JAIN DHARMA
2018 - 2019 All rights reserved

Designed & Developed by Cybersurf(India)Pvt.Ltd.