English

Space
 
Maran Mahotsav

આ સંલ્‍લેખના અધિકાર રત્‍નાકરંડ શ્રાવકાચારમાંથી લેવામાં આવેલો છે. મૂળ ગ્રંથ કર્તા શ્રી સમંતભદ્રાચાર્ય છે. જેઓ લગભગ છઠ્ઠી શતાબ્દિમાં થઈ ગયા હતા. બધાં શ્રાવકાચારોમાં રત્‍નાકરંડ શ્રાવકાચારને સૌથી પ્રાચીન માનવામાં આવે છે.

સંલ્‍લેખના અધિકારના વિવેચનકાર આત્‍માજ્ઞાની અધ્‍યાત્‍મ યોગી, ન્‍યાયતીર્થ સિદ્ધાંત ન્‍યાય, સાહિત્યશાસ્‍ત્રી, પ.પૂ.શ્રી ૧૦૫ શ્રુલ્‍લકજી સહજાનંદજી વર્ણી મહારાજ છે.

જ્યારે શરીર સાધનામાં સહકાર ન આપે, કોઈ મરણાંત ઉપસર્ગ આવી પડે, મહારોગો થાય, તો ધર્મ માટે સ્‍વસ્થતા પૂર્વક શરીરનો ત્યાગ કરવો તેને સંલ્‍લેખના(સમાધિમરણ) કહે છે. સંલ્‍લેખના લીધા પછી જીવવાની કે મરવાની ઈચ્‍છા કરવી, મરવાનો ભય લાગવો, મિત્રો કે કુટુંબીજનોની સ્‍મૃતિ કરવી અને આગામી ભવમાં ભોગોની ઈચ્‍છા કે નિદાન કરવા તે તેના અતિચારરૂપી દોષો છે.

સમાધિમરણ એ શૂરવીરોનું આત્‍મશૂરાતનમાં સમતાભાવ પૂર્વકનું સ્‍થળાંતર છે. અહી મોક્ષ લેવાં યુદ્ધે ચડેલા અને મોહનીયને કૃષ કરનાર શ્રાવક(સમાધિમરણ કરનાર) છેલ્‍લાં સમયે એવાં શૂરાતનમાં આવી જાય છે કે કષાયોને અને કાયાને કૃષ કરી નાંખી, કલેવર ફેંકી ચાલ્‍યા જાય છે. જાણે કે દેહ સાથે એને ત્રણે કાળમાં કોઈ સંબંધ જ નહોતો. જેને દેહાધ્‍યાસ છુટ્યો છે તે જ સમાધિ મરણ કરી શકે. એકવાર પણ જો સમાધિમરણ થાય તો અનંતકાળના અસમાધિમરણ ટળી જાય અને અલ્‍પકાળમાં તે શાશ્વત સુખને પ્રાપ્‍ત થાય.

 
Title

શ્રી નરેશભાઇ સી. શાહ (મનુભાઇ)

૧૧, અશ્વમેઘ બંગ્‍લોઝ, વિભાગ-૭, હસુભાઇ પાર્કની પાસે, હિત્‍વી ટાવર પાછળ, સેટેલાઇટ, અમદાવાદ-૧૫ ફોન નં : (ઘર) ૦૭૯ - ૨૬૭૬૦૭૧૮,
(મો) ૯૮૨૫૦ ૨૭૦૭૨,
ઇમેલ: n.c.shah09@yahoo.co.in

 

ધારિણી ડી. શાહ

૯૮૨, ટોલકનગર નાકા, મહાવીર ટાવર પાછળ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭
ફોન નં : ૦૭૯-૨૬૫૮૪૪૫૬
(મો) ૯૪૨૮૬ ૧૨૨૦૫,
ઇમેલ : webmaster@ sanatanjaindharma.org 

 

Copyright © SANATAN JAIN DHARMA
2018 - 2019 All rights reserved

Designed & Developed by Cybersurf(India)Pvt.Ltd.